STORYMIRROR

Manisha Vaishnav

Others

2  

Manisha Vaishnav

Others

ડોર બેલ

ડોર બેલ

4 mins
2.8K


"આ સાંજના પાંચ વાગ્યા ઊઠો હવે તો ધોમ ગરમીના દિવસો છે તોય માથા ઊપરથી ગોદડું ખેંચ્યું છે ! આ કોઈ એ ડોરબેલ વગાડી  ખોલો. મેં દૂધ મૂક્યું છે."

બોત્તેર વરસના સોહાબેન અણગમા સાથે બોલ્યા વિશ્વેશભાઈએ. એ વળતો ઊત્તર આપ્યો, "આ પગની નસ ચડી ગઈ છે, બદન (પહેરણ) નથી પેર્યું ખોલતા વાર તો લાગે ને?" " એટલે જ કહું છું સાંજે તૈયાર થઈને બેસતા હો તો? વહુ દીકરી છોકરાં આવે તો ભૂંડા લાગીએ, જરા, થોભો ખોલીએ હો ! આ હું ખોલું ત્યાં તમે છાપાંના થોકડા ગોઠવો ખાટલે ભેગા લઈ સૂવો એક પાનું અહીં એક નીચે, પાણીનો પ્યાલો ય ભોંય ઊપર રગડે છે દવાની ડબ્બીનું પ્રદર્શન ભરાયું છે.

ઓહો, તમેય ખૂબ કામ કરાવો છો એક તો પુરણપોળીનો કૂથો કરી કમ્મરના કટકા થયા, એનું જ ઘેન ચડ્યું લાગે છે ઊઠો આ મેમાન અધીરા થયા ખોલો ઝટ."

ડોરબેલના અવાજે વૃદ્ધ દંપતીને હાંફળા ફાંફળા કરી દીધા, શિસ્તબદ્ધ, સૈદ્ધાંતિક વ્યવસ્થિત સાઈઠ વરસની સફર પૂરી કર્યા બાદ એકલા રહેતા વિશ્વેશભાઈ, સોહાબેન ધીરે ધીરે નિસ્પૃહી બની ગયા કોઈથી માયા રહી નહિ ફરજ તોય રહી ગઈ.

જીવનથી રાખેલી આશા અધૂરી ય હોય. મન એકલતાને કારણે અસુરક્ષિત હોય. હાથ પગ ચાલતા ન હોય. ઊત્સાહ જ ન બચ્યો હોય. યુવાનીમાં અધિકાર ભોગવવાનો સમય હોય હવે યુવાન થયેલા સ્વજનોની આજ્ઞા કે અવજ્ઞાનો સામનો કરવો પડે.

જીવનસંધ્યા મૂંઝવણ વધારે 'ન કેવાય ન સેવાય' હજી જે આ ઉંમરમાં આવ્યું જ ન હોય તેને ભલા શું સમજાવવું? "બાકી ભણતર સમજ આપે છે તે માન્યતા છે." ચાલો કાકાને મળી આવીએ હવે નાટકની ટિકિટ નહિ  મળે, આજ કૈંક તો બનાવ્યું હશે કાકાને હજી ય લૂલીના લાડ જતા નથી. તારે રસોઈ  કરવી  નહિ ને એ લોકોને સારું લાગે. "પાછા કે'તા ફરશે કે કોઈ ધ્યાન નથી રાખતું વિરાજ અમેરિકા ગઈ સુજાન ઓસ્ટ્રેલિયા.

સાથે ગયા હોત તો આપણે જવાબદારી ન હોત. હાલોને આપણે તો એક ઘર થયું જવા માટે એ ક્યાં જવાના? ઘર ખુલ્લું જ હશે. વળી આપણો લગાવ હશે તો "કૈક આપતા ય જશે જયારે ઊપર જશે." આવા સંવાદો કાને પડે ત્યારે ગીતાજી વાંચવાનું ખરે જ મન થાય ! ઝડપી દુનિયામાં વિકાસ કરવો હોય તો, સ્પીડ ઘટી જાય તેવા સાથીઓને પાછળ છોડવા પડે. ક્યાંય કોઈનો દોષ નથી જિંદગી એક વાર જ મળે છે જે કરવું છે તે અહીં જ, યુવાનીના વરસો દરમ્યાન. એટલે જ તો અનેક મુશકેલી વેઠીને માતા પિતા રસ્તા કંડારે છે. પરંતુ આધુનિક સમય દરમ્યાન કેટલીય મહત્તવાકાંક્ષાની દોડથી થાકીને હારીને કે વિજયી બન્યાના કેફમાં કેટલુંય અનિચ્છીત બની રહ્યું છે. સો ઘરમાં એકાદ બેમાં હજીય ક્યાંક ઋણાનુબંધ નિભાવવાનો દીવો ટમટમે છે. આપસી સમજ અને મીઠાશ, વિચારોમાં ક્લેશ ન થાય તો જ ટકે. વૃદ્ધ યુવાન બંનેને સ્વતંત્રતા રહે, તે આ યુગની માંગ સમજાય છે. પરંતુ તાળી એક હાથે ન પડે. જોવામાં આવે છે જરૂરતના સમયે "નો ટાઈમ" સુર સંભળાય. અને સામે પક્ષે.." ક્યાં જવાના ઘર ખુલ્લું જ હશે. "આવું વલણ જોવા મળે.

વૃદ્ધત્વ યાદોમાં જીવે છે યુવાન સપનામાં રાચે છે. સમય સમયની રીત છે. પરંતુ શિષ્ટતા સભ્યતા અને સંવેદના હોય તો એકબીજાથી અણગમા કે ફાસલા બનતા નથી. શિક્ષણ જીવનજ્ઞાન શીખવતું નથી એ તો ઘરના પ્રાંગણમાંથી જ પ્રાપ્ત થાય છે.

ખાસ અહીં મહેમાન બનવાની કલા વિષે વાત કરવી છે. શું તમારા ઘરમાં કોઈ વૃદ્ધ માણસ છે? તો ચાલો હું ને તમે, બે ય વિચારી એ. સ્થળ સમય યજમાનની ઉંમર તેની માનસિકતા અને સ્વસ્થતા તેમના અણગમા અને તેમની પાસે કોઈ મદદ કરનાર જેમ કે નોકર રસોયો કે અન્ય હાજર છે ? તે વિચારવું જરૂરી. હવે તો ફોન કરીને જવું જોઈએ. જેથી પહેરવેશ સફાઈ કે જરૂરી સગવડ થઈ શકે.

અરે! ક્યારેક મૂડ ન હોય. તબિયત સારી ન હોય તો એકલા રહેવા માંગતા હોય. કોઈ ટીવીનો પ્રોગ્રામ જોવો હોય. કોઈ અગાઉથી બીજા મહેમાન આવ્યા હોય. ચાની પત્તી ખલાસ હોય. વહેલા સુવાની ટેવ હોય ત્યાં ટપકી પડીએ તો આવકાર ઢીલો જ મળે. પછી યજમાન મનમાં વિચારે કે અતિથિ તુમ કબ જાઓગે. આમ તો આ માત્ર વડીલોને માટે જ નહિ ક્યાંય મહેમાન બનીએ તો બધે જ વિચારવું જરૂરી છે. ન જાણે તિથિ તે અતિથિ, તે સંયુક્ત કુટુંબ પ્રથા સમયે સરળ હતું હવે તેમ વ્યવહારિક નથી.

પાછું, સામાને ન ગમતી વાતો કરવી સલાહસૂચન કરવા કે અંગતજીવનની બિનજરૂરી ચર્ચાસ્પદ વિષયોની છણાવટ કરવી તે ક્યારેક દૂરી બનાવે છે. હા, ખૂબ લાગણી હોય તો આ વાતો વધુ નજીક "મારા પોતાના" છે તે વિશ્વાસ દૃઢઃ કરે છે સિક્કાની બે બાજુ હોવાની જ તેમાંથી માર્ગ કાઢી સંબંધો અકબંધ હુંફાળા રાખવા એ ખરો પારિવારિક સ્નેહ છે. શક્તિ સમય ,અને ધન નો વ્યય ન થવા દેવો હોય તો જ્યાં જઈએ ત્યાં જાણ કરી ને જઈએ દરવાજો ઠોકી એ ત્યારે ખુલવાની રાહ જોવાની ધીરજ કેળવીએ કોઈ ઊડીને ખોલવા નથી આવતું.


Rate this content
Log in