yashraj mali

Children Stories Drama Tragedy

3  

yashraj mali

Children Stories Drama Tragedy

ચોર અને વેપારી

ચોર અને વેપારી

2 mins
283


ત્રણ ચોર હતાં. એકનું નામ મગન, બીજાનું નામ છગન અને ત્રીજાનું નામ રમણ. તે મોટી મોટી ચોરીઓ કરતા હતાં. એ પણ એટલા ચાલક કે કોઈને ખબર જ ન પડવા દે ચોરીની.

એક દિવસ તેમણે રામશીપુર નામના ગામમાં એક ખેડૂતના ઘરે ચોરી કરી. ખેડૂતનું નામ દશરથભાઈ હતું. ખેડૂતના ઘરે ચોરી કર્યા પછી ત્રણેય જણા ચોરેલા ઘરેણાની વહેચણી કરવા બેઠા. મગને કહ્યું, ‘આ મારું ઘરેણું’ છગને કહ્યું, ‘આ મારું ઘરેણું.’ રમણે કહ્યું, ‘ આ મારુ ઘરેણું.’ આમ વહેચતા વહેંચતા તેમની વચ્ચે ઝઘડો થયો. આ બધો ઝઘડો બાજુમાં બેઠેલો એક વાણીયો વેપારી જોઈ રહ્યો હતો. એ વેપારીનું નામ કમલેશભાઈ હતું. એ ખુબ જ ચતૂર હતો.

ત્રણેય ચોરને ઝઘડતા જોઈને વેપારીના મનમાં એક વિચાર આવ્યો. હું મારી બુદ્ધિથી આ બધા જ ઘરેણાં ચોર પાસેથી મેળવી લઉં અને બદલામાં નકલી ઘરેણાં આ ચોરોને ભટકાવી દઉં. આમ વિચારી એ વેપારી એ ત્રણ ચોર પાસે ગયો અને બોલ્યો, ‘શું થયું તમે અંદર અંદર કેમ ઝઘડો છો?’ ત્યારે એક ચોરે કહ્યું, ‘આ મારા ઘરેણાં છે,’ ત્યારે બીજો ચોર બોલ્યો, ‘ના આ મારાં ઘરેણાં છે.’ એમ કરી ત્રણેય જણા ફરીથી ઝઘડવા લાગ્યા.

ત્યારે વેપારીએ કહ્યું, ‘તમે ઝઘડશો નહિ, હું તમને ત્રણેયને સરખા ભાગે ઘરેણાં વહેંચી આપું છું.’ ત્રણેય ચોર સહમત થયા..એટલે વેપારીએ ચાલાકીથી નકલી ઘરેણાં બદલી નાંખ્યા. આ વાતની ચોરોને ખબર ના પડી. પછી વેપારી એ નકલી ઘરેણાં ત્રણેય ચોરોને સરખા ભાગે આપી દીધા. અને અસલી ઘરેણાં લઈ પોતાના ઘરે ચાલ્યો ગયો. ત્રણ ચોર પણ પોત-પોતાને ઠેકાણે ચાલ્યા ગયા. છગન ઘરે પહોચ્યો ત્યાત્રે તેની પત્ની એ પૂછ્યું, ‘આજે શું ચોરીને લાવ્યા?’ ત્યારે છગને કહ્યું, બહુ બધા ઘરેણાં ચોરી કરીને લાવ્યો છું. છગનની પત્નીએ કહ્યું, ‘આપણે આ ઘરેણાં વેચીને પૈસા લઈ આવીએ.' છગન એ માટે તૈયાર થયો. એજ રીતે મગન અને રમણ પણ ઘરેણાં વેચવા તૈયાર થાય છે.

આ બાજુ ત્રણેય જણા સાથે મળીને ઘરેણાં વેચવા જવાનું આયોજન કરે છે. અને સાથે મળીને ઘરેણાં વેચવા બજારમાં જાય છે. તેઓ ઘરેણાં લઈને એક વેપારીને ત્યાં જાય છે. જેનું નામ પ્રભુદાસ હોય છે. છગન, મગન અને રમણને જોઈને તે વેપારીએ પૂછ્યું, ‘તમારે શું ખરીદવું છે?’ ત્યારે છગન બોલ્યો, ‘અમારે ખરીદવું નથી, પણ ઘરેણાં વેચવા છે.’ વેપારી બોલ્યો, ‘સારું લાવો ઘરેણાં બતાવો.’ ત્રણેય જણાએ પોતાના ઘરેણાં કાઢીને વેપારીના હાથમાં આપ્યા. ઘરેણાં જોઈને વેપારી પ્રભુદાસ બોલ્યો, ‘આ તો નકલી ઘરેણાં છે.’ આ સંભાળીને ત્રણેય જણા ગભરાઈ જ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે આવું કેમ બન્યું !

ત્યારે એમને યાદ આવ્યું કે પેલો જંગલમાં જે વેપારી મળ્યો હતો. તેણે જ ઘરેણાં વહેંચી આપવાંના બહાને તેમને છેતર્યા છે. તેઓ ત્રણેય જણા પસ્તાવો કરવા લાગ્યા. પણ હવે પસ્તાવો કરે શું ? માટે જ કહ્યું છે, ‘કે લોભિયાનું ધન ધૂતારા ખાય.’


Rate this content
Log in