ભૂતકાળ
ભૂતકાળ
રાત અંધારી અંધારામાં વધારો કરતી આગળ વધી રહી હતી.. તારલાઓ જાણે નામશેષ થઈ ગયા હોઈ તેમ ચારે કોર ચીચીયારી કરતું અંધારું! રૂપલી ઘરે ઘર મેળો માગી ઘરે જવા નીકળી ત્યાંજ કાળી ભમ્મર બિલાડીએ પગ પાસે આવી રસ્તો કાપી નીકળી ગઈ ને ટગર ટગર રૂપલીને જોવા લાગી. રખોપા કરો માવડી કહી તેણી ઝટ લાંબા લાંબા ડગલાં ભરી ઘરે પોહચી ત્યાં તો. ટોળું જોઈને હેબતાઈ ગઈ.
બધા રાતી આખે રૂપલી સામે જોવા લાગ્યા ઘરમાંથી આવતો ચાબુક મારવાનો અવાજ ને ભુવાભાતી ઓની ચીસ.. ચાલ બોલ કોણ છે? ને હું કામ આવ્યો શે! રઘવાઈ થઈને એક બે જાણને હડસેલી બારસખ પાસે આવીને બોલી,"એલયા હટો.. પેટ મુવાવો.. શેની ભીડ માંડીશે? તમોન ખબર નથી..મારા એ માંદા પડીયાશે..!"
ને સામેનું દ્રસ્ય જોઈને રૂપલીના પગ નીચેથી જમીન સરકી ગઈ.. ન ઉકેલવા ઇચ્છતી એ ભૂતકાળની ઘડી સામે ઉભી હતી. જાણે ખુનના છાંટા તેના મુખ પર જ ઉડીયા હોય.આવ રૂપા! રૂપલીની આખો બાર નીકળી ગઈ માથા પરથી માંગી લાવેલું મેળાનું તગારું નીચે પડી ગયું... જગલો ધૂણતો શાંત થઈ ગયો.. ને જોર જોરથી રૂપા રૂપા.....ની બૂમો પાડવા માંડ્યો..
રૂપલીને રૂપા કહીંને માત્ર ધીરજ જ બોલાવતો. બંનેના પ્રેમ પ્રકરણની જાણ થતાં રૂપલીના કાકા બાપા મળીને ધીરજના રામ રમાડી આબરૂ રાખવા જગલા હાથે ઘડિયા લગ્ન કરાવી આપીયા હતા. રૂપા હું આવી ગયો.. મેં કહ્યું તું ને તું મારી છે. તું કોઈની નઈ થઈ શકે.. પોતાના ઘણીમાં પોતાના પ્રેમીને જોઈ. દૂર ભાગતી બાબત ને એટલા નજીક આવીને જોતા ડરી ગઈ. ઘડીક જગલાને ઘડીક ભીડને જોતા જોતા જ ડેલીએજ તમર ખાઈ ને પડી ગઈ...
