STORYMIRROR

Hemang Kothari

Others

3  

Hemang Kothari

Others

અમૃત આંખો....

અમૃત આંખો....

9 mins
27.3K


"યે આંખે દેખકર હમ સારી દુનિયા ભૂલ જાતે હૈ " રોજના ક્રમ મુજબ સવારના અવિનાશભાઈ ડાયનિંગ ટેબલ પર ગોઠવાયા અને કિચનમાં કામ કરતાં સ્નેહાબેનને જોઈને તેનું હંમેશનું મનપસંદ ગીત લલકારી ઊઠ્યાં.

" હવે તો આ આંખોમાંથી બહાર આવો મિસ્ટર અવિનાશ હવે તમે કોલેજના યુવાન નથી રહ્યા હવે તો તમારી દીકરીને ત્યાં બાળક આવવાની તૈયારી છે એટલે થોડા મહિનામા નાના બની જવાનાં" મલકાતા ચહેરે કિચનમાથી બહાર આવી ચા-નાસ્તો ડાયનિંગ ટેબલ પર ગોઠવીને તેઓ પણ ખુરશી પર ગોઠવાયા.

જો તેં જ કહ્યું ને હું નાનો બનવાનો છે તો પછી મારે મોટા જેવી વાતો અને વિચારો શું કામ કરવા જોઇએ? અવિનાશભાઈએ ભાખરીનું બટકું મોંઢામાં મૂકતા હસતા હસતા કહ્યું.

હે રામ! તમે નહી સુધરો, એવાને એવા જ રહ્યાં,  કોણ જાણે એવું તે શું જોઈ ગયા છો મારી આંખોમાં? સ્નેહાબહેને ચાનો કપ આપતા કહ્યું.

આ સવાલ તું મને કોલેજ સમયથી પૂછે છે અને તેનો મારી પાસે હંમેશ મુજબ એક જ જવાબ  હોય છે કે તારી આંખોની સુંદરતા જોવા માટે તારે મારી આંખોથી જોવું પડે, અને સ્નેહાબેનનો ચા આપવા માટે લંબાયેલો હાથ પકડી રાખી ફરી લલકારી ઊઠ્યાં યે આંખે દેખકર હમ સારી દુનિયા ભુલ જાતે હૈ.....

" અરે, હવે  તમે આ આંખો જોઇને ખરેખર દુનિયાની બીજી બાબતો ભૂલવા લાગ્યા છો.

આપણી દીકરી ચેકઅપ કરાવીને આવી ગઈ હશે તેની તબિયત પુછવા માટે ફોન કરવાનો છે તે ભૂલી ગયાં?

" અરે,હા હા સાચી વાત, ત્યાં ઑસ્ટ્રેલિયામાં તો બપોર પડી ગઈ હશે એટલે દીકરી બતાવીને આવી ગઈ હશે" અવિનાશભાઈ બોલ્યાં.

"તમે ચા-નાસ્તો પતાવો ત્યાં હુ કિચનનુ થોડુ કામ પૂરૂ કરીને આવું છું." સ્નેહાબેન રસોડા તરફ જતાં બોલ્યાં.

અવિનાશભાઈ ચા નાસ્તો પૂરો કરીને છાપુ હાથમાં લઈને સોફા પર ગોઠવાયા.

"ચાલો, હવે અર્ચના ત્યાં જમીને અને કામથી ફ્રી  થઇ ગઇ હશે લગાવો ફોન" સ્નેહાબેને પોતાના મોઢા પરનો પરસેવો લુછતા લુછતા ઝડપથી હોલમાં આવીને સોફા પર બેસતા કહ્યું.

"અરે,નિરાંતે બે ઘડી બેસી શ્વાસ તો લે હમણા લગાવું છું ફોન"

એમ કહી અવિનાશભાઈએ લેપટોપ સોફાની સામે રહેલ ટીપાઈ પર ગોઠવ્યું.

વિડીયો કોલ લાગતા સામે તેની દીકરીને બદલે જમાઈ અંકિતકુમાર ફોન પર હતાં.

જયશ્રીકૃષ્ણ, મમ્મી-પપ્પા.

કેમ છો?

 બસ મજા માં બેટા

 અર્ચનાને બતાવીને આવી ગયાં?

"હા,થોડીવાર પહેલાં જ આવ્યા ડોક્ટરને બતાવીને.

 આ વખતે પણ ત્રણ વર્ષ પહેલા જે પ્રોબ્લેમ થયેલો તે જ ફરી થયો છે એટલે ડોક્ટરે આ બે મહિના સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે એટલે અર્ચના હમણાં દવા લઈને સૂતી છે, અંકિત કુમારે થોડા વિષાદભર્યાં ચહેરે કહ્યું.

ઓહહ!!! ફરી એ જ પ્રોબ્લેમ? સ્નેહાબેન  ચિંતાથી બોલી ઊઠ્યાં હા મમ્મી પણુ આપ વધુ ચિંતા ન કરો તેના માટે આખો દિવસની કેરટેકરની વ્યવસ્થા કરી છે અને હું તો છું જ અંકિતકુમાર પોતાની જાતને જ આશ્વાસન આપતા હોય તે રીતે બોલી ઉઠ્યા.

પણ તેનો  ચિંતાતુર ચહેરો સ્થિતિ ગંભીર  હોવાની ચાડી ખાતો હતો તે સ્નેહાબેન અને અવિનાશભાઈની અનુભવી આંખો  ઓળખી ગઈ હતી.

સારૂ,તમે પણ તમારૂં ધ્યાન રાખજો અને અર્ચના જાગે પછી ફોન પર વાત કરાવજો જય શ્રી કૃષ્ણ. તેમ કહીને અવિનાશભાઇએ વધુ વાત કરવા ટાળવાનો પ્રયત્ન કર્યો.

જી પપ્પા. જય શ્રી કૃષ્ણ.

ફોન મૂકાઇ ગયા પછી પણ પતિ-પત્ની સોફા પર ઘણાં સમય સુધી શૂન્યમનસ્ક અવસ્થામાં જ બેસી રહ્યા.

"ફરી તે જ સ્થિતિ ત્રણ વર્ષ પહેલાંની! " સ્નેહાબેન મનોમન બોલી ઉઠ્યા.

 છેલ્લા મહિનાઓમાં ગર્ભમાં પાણી ઓછું થઇ જવું અને બાળકનું ગર્ભમાં જ મૃત્યુ તે યાદ આવતા જ સ્નેહાબેન સફાળા  સોફા પરથી ઊભા થઈ ગયા અને ફરી સ્વગત જ બોલી ઉઠ્યા

 " નહી આ વખતે હું એવું નહીં જ થવા દઊ".

"અરે, કંઈ નહીં થાય આપણી અર્ચના અને તેના બાળકને તું ચિંતા ન કર અને શાંતિ જ  રાખ " અવિનાશભાઈ ઊભા થઈને સ્નેહાબેન ના બન્ને હાથ પકડીને પોતાની લાગણી પર કાબૂ રાખીને બોલી ઉઠ્યા.

ઠાકોરજી બધું સરખું કરશે.

ઠાકોરજીએ સરખું કરવું જ પડશે જો આ વખતે પણ મારી દીકરી કે તેના બાળકને કંઈ થયુ તો હું ઠાકોરજીને કદી.... એટલું કહેતા જ સ્નેહાબેન અવિનાશભાઈના ખભે માથુ રાખીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

અવિનાશભાઈએ થોડીવાર સ્નેહાબેનને એમ જ રડવા દઈ પછી બોલ્યા ચાલ હવે સ્વસ્થ થા અને ચિંતા ન કર.

મારા બેંકમાં જવાનો સમય થઇ ગયો છે એટલે હું તૈયાર થઈને બેંકમાં જાવ છું.

હમ્મ... તમે તૈયાર થાઓ ત્યાં હું તમારા માટે જમવાની થાળી કાઢું છુ.

ના,આજે  ઇચ્છા નથી જમવાની, તમે આરામ કરો કહી અવિનાશભાઈ રૂમમાં તૈયાર થવા માટે જતા રહ્યા.

 રાત્રે જમી-પરવારીને અવિનાશભાઈ રોજની ટેવ મુજબ ગેલેરી માં આવેલ હીંચકા પર  મુખવાસ અને મેગેઝીન લઈને બેઠાં પણ વાંચવાનું મન ન થયું એટલે મેગેઝિન બાજુ પર રાખીને સામે પડેલી ખુરશી પર લાંબા પગ કરી આંખો બંધ કરીને પડ્યા હતા.

 થોડીવાર પછી સ્નેહાબેન પણ ઘરનું કામ પતાવીને ગેલેરીમાં આવીને હીંચકા પર બેઠાં "શું થયું? તબિયત બરાબર નથી? કેમ આમ બેઠા છો?"

અરે,ના આજે બેંકમાં બહુ કામ રહયુ એટલે થોડો થાકી ગયો, અવિનાશભાઈ ખુરશી પર લંબાવેલા પગ સીધા કરતા બોલ્યા.

 મૂકો ને હવે નોકરી, કોના માટે ભેગું કરવું છે?

"ભેગુ તો હું એક જ વ્યકતિ માટે કરું છું"  અવિનાશભાઈએ પોતાનું માથું સ્નેહાબેન ના ખોળામાં મૂકી હસતા હસતા બોલ્યા.

 આજે થોડું માથું દુઃખે છે તો આપના આંખોનું અમૃત વરસાવી દો!

તમે તો કંઇક ગજબ છો! દુનિયાના તમે પહેલા એવા પતિ હશો જે તેની પત્નીને માથું હાથથી દબાવી આપવાને બદલે માત્ર આંખો અડાડવાનું કહેતા હશો!

હમ્મ...તારી આંખો મારા માટે અમૃત છે સ્નેહા,લોકો અમર થવા માટે અમૃત ગોતતા હોય છે પણ  મારા જીવન અને જીવવા માટે તું અને તારી આંખો જ કાફી છે મારા જીવનની આન બાન અને શાન,મુસ્કાન અને પહેચાન બસ તુ અને તારી આંખો.

"મને તો આજે પણ એ વાત યાદ કરીને શરમ આવે છે કે તમે મારી આખો પાછળ કેવા પાગલ પહેલી જ નજરમા થયેલા" સ્નેહા તેની આખો અવિનાશના માથા પર ફેરવતા બોલી.

મને પણ યાદ છે આપણી કોલેજ નો ટ્રેકિંગ કેમ્પ અને તેમાં રાત્રે કેમ્પ ફાયરમાં સિનિયર અને જુનિયર વચ્ચેનો અંતાક્ષરીનો કાર્યક્રમ અવિનાશભાઈ એકદમ ઉત્સાહથી બોલ્યાં.

 તે દિવસે આપણે બન્નેએ એકબીજા ને એક જ કોલેજમાં હોવા છતાં પહેલી વાર ત્યાં જોયેલાં અને તમે તો મને અને મારી આંખોને જોઈને જાણે દીવાના થઈ ગયેલા સ્નેહા તેની આંખોમાં ચમક સાથે બોલી ઉઠી. હા તારી આંખો જોયા પછી હું મને ભૂલી ગયો હતો. એકદમ કાળી પણ નહીં અને કથ્થઈ મિશ્રિત અને ઘેરી આંખો જાણે મારા સમગ્ર અસ્તિત્વને ત્યારથી પોતાની આંખોમાં જ સમાવી  ગયા,અવિનાશ તો એકદમ ઉત્સાહથી બેઠા થઈને બોલી ઉઠ્યો.

 અને  પછી ગીતો પણ બધા જ  આંખો પર જ ગાયેલા આંખો કી ગુસ્તાખિયા...તેરી આંખો  કે સિવા દુનિયા મેં રખા ક્યા હૈ અને મારું જાણે  સમગ્ર અસ્તિત્વ   આકાશ ધરતીની બીજી તમામ બાબતો મૂકીને માત્ર તારા અસ્તિત્વ અને આંખો પર જ અટકી ગયું.અવિનાશભાઈ જાણે તે સમયમાં જ પાછા ચાલ્યા ગયા હોય તેવા ભાવ સાથે બોલી ઉઠ્યા.

 પછી તો કોલેજમાં રોજ મળવાનું, પ્રેમનો એકરાર અને એક વર્ષમાં આપણા લગ્ન અને આજે સત્યાવીસ વરસ નો સાથ! હજી પણ તારી એ જ આંખો એ જ રૂપ. અવિનાશ હવે તેના બંને હાથો સ્નેહા ના ખભા પર રાખીને તેની આંખમાં જોઇને એક અલગ નશા સાથે બોલ્યા.

"જાવ હવે, બુઢા થયા આપણે બુઢા" સ્નેહા તેની આંખોનો ભાવ સમજીને શરમથી બોલી ઉઠી.

 બુઢા કયાંથી?હજી સવારે  તો હુ નાનો બનવાનો હતો. અવિનાશભાઈના આ  શબ્દ સાથે બંનેની મસ્તી-મજાક અને આનંદ એક પળમાં જાણે વિદાય થઈ ગયા અને વાતાવરણ ફરી ગંભીર બની ગયું.

 અર્ચના સાથે પછી વાત થયેલી અવિનાશભાઈએ સીધું જ પૂછ્યું હા, બપોરે તેનો ફોન આવેલો તબિયત તો સારી હતી પરંતુ આ વખતે બહુ ડરી ગયેલી દેખાઈ અને સતત મને મમ્મી તું આવી જા તેવો આગ્રહ કરતી રહી.

હમ્મ...અવિનાશભાઈ થોડીવાર મૌન રહ્યા અને પછી કહ્યું "અર્ચનાની આવી સ્થિતિમાં તારે ત્યાં રહેવું જોઈએ આપણા સિવાય તેનું  છે પણ કોણ?

" આ વખતે તેની સ્થિતિ જોતા મન તો મને પણ થયુ થઈ ગયું છે ત્યાં જવાનું પરંતુ મારા વગર તમે અહીં એકલા...."

 અરે મારી ચિંતા ન કર, અને બે ત્રણ મહિનાનો જ સવાલ છે ને? એટલો સમય તો હું....

ખરેખર? સ્નેહાએ અવિનાશનું મોઢું પોતાના તરફ ફેરવતાં પૂછયું. અઘરું છે.પણ રહી શકીશ

આખી જિંદગી પત્નીને પિયર મોકલ્યા પછીનો પુરુષનો આનંદ નથી માણ્યો તે હવે માણીશ  અવિનાશે વાતને હળવાશથી વાળતાં કહ્યું.

    બીજે દિવસે સવારે જ અવિનાશભાઈએ અર્ચના ને ફોન કરીને તારી મમ્મી ત્યાં ત્રણ દિવસ પછી આવે છે જરા પણ હવે ચિંતા ન કરતી કહી દીધું અને આ ત્રણે દિવસ સ્નેહાબહેન  અવિનાશભાઈને ઘરની વસ્તુઓથી લઈને પોતાની કાળજી રાખવાન સતત સૂચનાઓ આપતા રહ્યા રસોઈ અને  સાફ-સફાઇ માટે કામવાળી ની વ્યવસ્થા પણ કરી દીધી  એરપોર્ટ જવાના એક કલાક પહેલા બંને અસ્તિત્વ પોતાના અસ્તિત્વને બીજા માં સમાવી દેવા એકબીજાને તીવ્રતાથી ભેટી પડ્યા અને સ્નેહાએ તેની આંખો અવિનાશના દરેક અંગો પર વરસાવી દીધી સમય પસાર થતો રહ્યો અવિનાશ અને સ્નેહા રોજ એક બીજાને વિડીયો કોલ થી સતત પ્રત્યક્ષ  હાજરીન ખાલીપાને ભરતા રહ્યા પરંતુ  અર્ચનાની સારી રહેતી તબિયત અને તેની ખુશી જોઇને બંને સંતોષ સાથે દિવસો પસાર કરતા રહ્યા આજે ડૉક્ટરને બતાવીને આવ્યા હવે એક અઠવાડિયું બાકી છે અને ચિંતા જેવું કંઈ નથી તેવું અતિ ઉત્સાહ થી સ્નેહા વીડિયો કોલ પર અવિનાશ ને કહી રહી હતી પછી અલકમલકની વાતોમાં વચ્ચે ઘણી વાર અવિનાશ ને ઉધરસ આવતી રહી તે જોઈને થોડા ચિંતાતુર સ્વરે સ્નેહાએ અવિનાશને પોતાનું ધ્યાન રાખવા કહેલું અવિનાશે હસતા હસતા જવાબ આપેલો જ મને કશું થવાનું નથી અને કંઇ થયું હશે તો પણ તું અહીંયા આવીને તારી આંખો  ફેરવશે એટલે બધ જીવંત બસ હવે એવું ન બોલો અને હા હવે હું હમણાં બે-ચાર દિવસ ફોન નહીં કરી શકું છેલ્લા દિવસો છે મારે સતત તેની સાથે જ રહેવું પડશે ગમે ત્યારે હોસ્પિટલ જવાનું થાય છેલ્લું એક અઠવાડિયું કાઢી લો અવિનાશ પછી તો બાળકના જન્મ પછી આપણા રિવાજ મુજબ છ-સાત મહિના તેઓ આપણી સાથે જ ત્યા રહેશે અતિ ઉત્સાહ અને આંખોમાં અનેરી ચમક સાથે સ્નેહાએ કહેલું

   અવિનાશભાઈ તે ચમક જોતા જ રહી ગયેલા અને તે ચમક અને તેના વિચારોમાં બે દિવસ તો આરામથી નીકળી ગયા અને ત્રીજે દિવસે અવિનાશભાઇએ સામેથી જ ફોન લગાડ્યો પરંતુ ફોન રિસીવ થય કુમારને ફોન કર્યો તે પણ વિષય નો થયો તે દિવસ અને રાત હતી ચિંતામાં અવિનાશે પસાર કર્યા અને ચોથે દિવસે સવારે અંકિતકુમારનો ફોન આવેલો પણ તેમાં તેની વાતો કરતા તેના ડુસકા જ વધુ સંભળાતા હતા અને ત્રુટક-ત્રુટક પૂરતાં છે તેઓ બોલ્યા જે સંભળાયું અને સમજાયું તે સહન ન કરી શકતા અવિનાશભાઈ ફોન સાથે ત્યાં જમીન પર ફસડાઈ પડયાં હતા અને રસોડામાં કામ કરતી કામવાળી તેઓની આ સ્થિતિ જોઈને પડોશમાંથી વ્યક્તિઓને બોલાવીને અવિનાશભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં બે દિવસ પછી અર્ચના અને અંકિતકુમાર એક નાના બાળક સાથે મુંબઈ એરપોર્ટ પર ઉતરે છે અને સીધા હોસ્પિટલ પહોંચી જાય છે.

સારવાર આપનાર ડૉકટર જણાવે છે કે અવિનાશભાઈની હાલત ઘણી નાજુક છે અને કોઈ  અતિ આઘાતના કારણે તેઓ કોમામાં જતા રહ્યા છે.સારવારમાં લઇ આવનાર વ્યક્તિઓ ઓસ્ટ્રેલિયામાં કોઈ બનાવ બનેલ હોવાનું જણાવેલ.

 જી, ડૉકટર સાહેબ. તે બનાવ અમારી સાથે જ બનેલો. અંકિતકુમાર એ વાત કરતાં કહ્યું. મારી પત્ની હું અને મારા સાસુ વહેલી સવારના મારા પત્નીની સિઝેરીયન માટેની એપોઇન્ટમેન્ટ હોય  મારી કારમાં હોસ્પિટલ જતા હતા ત્યારે સામેથી આવેલા ટ્રકે રોંગ સાઈડમાં આવી ને મારી કાર સાથે ભટકાડતા મારી  કાર  પલ્ટી ખાઈ ગઈ અને તેમાં મારી સાસુને ગંભીર ઈજા થયેલ અને તેનું સારવારમાં ત્રણ ચાર કલાકમાં અવસાન થયેલું અને મારી પત્ની ને માથું ભટકાવવાથી થયેલ ઈજાઓના કારણે ગર્ભમાં તો કોઈ પ્રોબ્લેમ થયેલ ન હતો  અને સિઝેરિયનથી તુરતજ  બાળકને બચાવી લેવાયું હતું પરંતુ મારા પત્નિએ આંખોની દૃષ્ટિ ગુમાવી દીધેલ.

  મારા સાસુ મન ભરીને  તેના પૌત્રને  જોઈ લીધા બાદ તેના અંતિમ શ્વાસ લીધેલા  અને જતાં જતાં તેની આંખો મારી પત્નીને  આપી ગયેલ.

ઓહ! ઘણું દુઃખ થયું આપની વાતો સાંભળીને.

 જોઈએ હવે મિસ્ટર અવિનાશ ક્યારે ભાનમાં આવે છે ચાલો એક વાર જોઈ લો તમે થોડીવાર માટે તેઓની સ્થિતિ.

અર્ચનાં તો તુર્ત જ દોડીને આઈસીયુમાં પહોંચી ગઈ અને તેના પિતાની સ્થિતિ જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને તેની આંખો તેના પિતા ના બંને પગ પર રાખીને બોલી પડી કે મારા કારણે મમ્મીનું આવુ થયું મને માફ કરજો. આંખો અડતા જ જાણે ચમત્કાર થયો હોય તેમ અવિનાશભાઈનું શરીર સળવળ્યું અને તેઓએ આંખો ખોલી.

ડોક્ટરે તુર્તજ સારવાર શરૂ કરી અને બે દિવસ પછી તેઓ હોસ્પિટલના પ્રાઇવેટ રૂમમાં તેના પૌત્ર સાથે રમતા હતા અને બાજુમાં ઊભેલી અર્ચનાની આંખો જોઇને આંસુ સાથે લલકારી ઉઠ્યા...જીવન સે ભરી તેરી આંખે મજબુર કરે જીને કે લીયે....


Rate this content
Log in