આવું પણ થઈ શકે !
આવું પણ થઈ શકે !
સવારના દસ વાગયા હતા. અંકિત અોફિસ જવા માટે પોતાની રુમમાં તેૈયાર થઈ રહ્યો હતો. અચાનક નીચેથી આવતી બુમો સંભળાવા મળી. અંકિત તરત જ નીચે ગયો. અંકિતને નીચે અાવતા જોઇને પત્ની રિનાઅે હંમેશાની જેમ મગરમચ્છના અાંસુ સાથે સિરિયલડ્રામા શરૂ કર્યો. રિના પહેલેથી જ સિરિયલમાં આવતી ખલનાયિકાની જેમ ખોટું બોલવામાં, ડ્રામા કરવામાં માહિર હતી. અે ખોટી મનઘડિત વાતોને ડ્રામા કરીને સત્ય સાબિત કરી દેતી. બધાની હાજરીમાં તો સારા થવાનો અેવો ડોળ કરતી કે કોઈને પણ અેના પર શંકા ના થતી. અને પાછળથી અેકલામાં મંજુબેન પર મેણા-ટોણા મારયા કરતી. સ્વભાવથી ભોળા મંજુબેન પોતાનો પક્ષ પણ રજુ ના કરી શકતા. વળી મંજુબેન દિકરાનું પારિવારિક જીવન ના બગડે અને ઘરમાં શાંતિ બની રહે અે હેતુથી મોટા ભાગની વાતો જાહેર ના કરતાં ને કડવા ઘુંટની જેમ ગળી જતાં.
હંમેશાની જેમ અાજે પણ રિનાઅે મંજુબેનને ખોટા સાબિત કરી દીધા. પણ અાજે તો અે થયું જેનો મંજુબેનને ડર હતો. રિનાઅે અંકિતને જુદા થવા મજબુર કરયો. અંકિતે રિનાની વાતનો જવાબ અાપતા કહયું, "હું પણ અા રોજ રોજના કજિયાકંકાસથી કંટાળી ગયો છું. રિના અાજે હું તારી ઇચ્છા પુરી કરી દઇશ. તું અત્યારે જ સામાન પેક કર. હું ગાડી લઇને અાવું છું."
મંજુબેનના પગ તળેથી જમીન સરકી ગય, ક્ષણ ભર માટે તો હ્યદય ધબકારા ચુંકી ગયું. મંજુબેન તરત જ દિકરા-વહુ ના પગે પડી ગયાં અને કોઇ વાંક ના હોવા છતાં પણ માફી માંગવા લાગ્યા. પણ અેમનુ કંઇ ના ચાલ્યું અને રિનાઅે જે મિશનથી અા બધો ડ્રામા કરયો હતો અેમાં સફળ રહી. ઘરમાં જેટલો પણ સારો સામાન હતો લગભગ અે બધો જ સામાન રિનાઅે ગાડીમાં મુકાવ્યો અને બંને નીકળી ગયાં.
અંકિતના મિત્રના ખાલી ઘરમાં બધો સામાન ગોઠવવામાં અાવ્યો. બધું કામ પતાવીને અંકિતે રિનાની રજા લેતા કહયું,"તું અહીં તારા ઘરે શાંતિથી રહેજે. હું હવે જાવ છું, મારા ઘરે." રિનાના ચહેરાના હાવભાવ બદલાયા,"તમારા ઘરે? તો આ....?" "જો રિના જુદાં રહેવાની ઇચ્છા તારી હતી, મારી નહી. જે પણ હોય અે મારી મા છે અને હું અેમના સાથે જ રહીશ." ને અંકિત જવા માટે બહાર નિકળ્યો. અંકિતના અાટલા કડક શબ્દો સાંભળીને રિનાને અેક વાત તો સમજાય ગય કે જો રિનાઅે જુદું રહેવું હશે તો માત્ર મંજુબેનથી નહી પણ અંકિતથી પણ જુદું રહેવું પડશેં. પળ ભરનો પણ વિચાર કરયા વગર રિનાઅે ચીસ પાડી, "અંકિત ! ઉભા રહો. હું પણ આવું છું."
