“
શિક્ષક દિન*.
એક શિક્ષક પાસેજ એવી કળા છે જે માટીને કંચનમાં બદલી શકે.કથીરને સોનામાં ફેરવી શકે.
ચોપડીમાંથી બારાખડી તો કોઈ પણ શીખવી શકે. પરંતુ એ બારાખડીમાંથી શબ્દો બનાવતાં, વાક્યો બનાવતાં અને એ વાક્યોનો અર્થ એક શિક્ષકજ સમજાવી શકે.પૃથ્વીથી ચાંદ સૂરજનું અંતર કેટલું છે એતો શિક્ષક શીખવે પરંતુ વર્ગમાં બેન્ચીસ પર બાજુમાં બેઠેલા નબળા વિદ્યાર્થીથી અંતર ન રાખવાનું પણ એ શીખવે.
”