વડલો
વડલો

1 min

45
ગામડું છોડી શહેર આવ્યો,
આકાશ ફળીમાં મૂકી આવ્યો.
શહેર આવી ફ્લેટમાં વસ્યો,
આકાશ બાલ્કનીમાં સચવાયું.
ગામનાં પાદરનો વડલો,
બોન્સાઈ બની રેલીંગ પર ઝૂલે.
લીમડી પીપળી રમતાં બાળ,
હવે તો સપનામાં જ જોવા રહ્યાં.
ચકા-ચકીની ચીં ચીં અહીં ક્યાંથી?
"વિભૂ" દૂર આવેલ પ્રાણી બાગમાં જ.