વાત કરવી છે
વાત કરવી છે




તૂટ્યાં પ્રણયના બાંધને,
નિત જોડવાની વાત કરવી છે,
ઘાયલ થયેલા દિલને,
નિત ઉભા થવાની વાત કરવી છે.
મારી કહાનીની બધી વાતો,
તો જગજાહેર છે, પણ આ
બાકી રહી જે ખાનગી,
તે તૂટવાની વાત કરવી છે.
ઉપકાર માનું જિંદગીનો,
કડવા અનુભવ આપવા માટે,
જીવન થકી અનુભવને,
ભીતર ઘૂંટવાની વાત કરવી છે.
ઘાયલ બનીને જિંદગી,
ખોવાઈ ગઈ ને હું થાકી બેઠો,
ત્યારે આ ગુમનામીનાં,
જીવન છોડવાની વાત કરવી છે.
આ ઘાવની ઘટના કહું કે જિંદગી ?
બોલી દે ઓ ! ભગવાન,
તુજ ચૂપકી માંગી જવાબો,
ખોલવાની વાત કરવી છે.
રાહત હવે જીવનને કઇ રીતે,
ક્યાંથી ને કેમ મળશે આજ,
થાકી ગયેલી આંખને,
આ બીડવાની વાત કરવી છે.