ઉર ઊર્મિ
ઉર ઊર્મિ
1 min
117
દૂર દૂરથી પાયલનો મીઠો રણકાર સંભળાય
કોઈ દૈવીશક્તિ આવે છે મુજ પાસ
એવો થાય મને ભાસ,
કર્ણો મારાં તે જ સમયે સાંભળે મીઠી વાત
દીકરી પધારી મુજ ઘરઆંગણે જાણે માતાજી સાક્ષાત,
સાંભળી આ વાત આનંદ ઉર ઉભરાય
લેતાં એને હાથમાં નયને હર્ષાશ્રુ આવી જાય,
નસીબવંત અમ ઘર આંગણું, જ્યાં તે પાવન પગલી કરી,
બનીશ તું અમ પરિવારની જીવનધરી,
દીકરી તું મા શારદા, મા લક્ષ્મી તું નવશક્તિ સ્વરૂપ,
તું કોકિલ પરિવારની તું જ અમ જીવનસૂર.
