Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

3  

Gaurang Thaker

Others

થઈ જાય છે.

થઈ જાય છે.

1 min
13.7K


ઘણાંના ભાગ્ય સાથે મશ્કરી થઇ જાય છે 
પીડા વચ્ચે પછી અંતાક્ષરી થઇ જાય છે 

ભલા આવું નિમંત્રણ કોણ ઠૂકરાવી શકે?
તમારી આંખ પણ કંકોતરી થઇ જાય છે

તમે ફૂલો સમા છો, આ તમારું કામ નહિં 
તમે મારો છો પથ્થર, કાંકરી થઇ જાય છે 

અહીં રસ્તામાં એમ્બ્યુલન્સ જ્યારે જોઉં છું 
હ્રદયથી પ્રાર્થનાઓ મનભરી થઇ જાય છે 

તમે આવી જ રીતે ઘરમાં બેસી ના રહો 
ઉદાસીઓ ને રહેવા લક્ઝરી થઈ જાય છે 

મને આશિષ વડિલોના કવિતા થઇ મળ્યા 
જુઓ ને શાયરી પયગમ્બરી થઇ જાય છે 

મને તો એમ કે પ્હેલો ને છેલ્લો હું જ છું
ને, તમને પ્રેમ ઉપરા-છાપરી થઇ જાય છે


Rate this content
Log in