તારો અહેસાસ
તારો અહેસાસ
1 min
403
વ્યથા તો ઘણી છે તારા દિલમાં,
તારા ચહેરા પર એ વાંચી શકું છું હું,
તુ ચુપ છે, પણ એની અંદર પણ ઘણી ફરિયાદો છુપેલી છે,
પરંતુ શબ્દોને તારા હોઠ પર આવા નથી દેતો,
તુ દુર છે મારાથી તો હવે તારી લાગણી સમજી રહી છુ હુ,
તારા હોઠો પર સ્મિત તો છલકાઈ રહ્યું છે,
પરંતુ આ સ્મિત પાછળની વેદના આજે સમજી રહી છું,
તારો ચહેરો ભલે તારી વેદના તારા મુખ પર ન જતાવે,
પરંતુ તારી આંખો મને બધું જ કહી જાય છે,
મન થાય છે કે તારી પાસે આવી ને ગળે મળી જવું,
બોલવું કઈ નથી બસ મન ભરીને રડવું છે,
કોશિશ તો ઘણી કરી છુપાવવાની,
પણ હારી ગયું દિલ તારી ચાહતમાં,
નજરથી નજર શું મળી,
તારા આંસું મારી આંખમાં આવી ગયા,
"તુ "તાકાત છે મારી,
ને તારી આંખોને જોઈને હારી રહી છુ હું.
