સ્મિત
સ્મિત
બહુ મોટી નહીં પણ,
નાની વાત લઇને આવ્યો છું,
હર્ષ અને ઉલ્લાસ સાથે આવ્યો છું.
કાંઇ કેહવા કે સમજાવવા નથી આવ્યો,
બસ નાનકડું સ્મિત લઇ ને આવ્યો છું,
એ બહુ અવાજ નથી કરતું,
પણ અસરકારક રીતે કહીં દે છે,
એ સૌને કહે છે જેવું છે મજાનું છે,
મસ્ત છે ને કાંઇક અલગ છે,
જાણવા જેવુ છે, થોડુ અનુભવનું પણ છે,
એવું નાનકડું સ્મિત છે,
દુનિયા તો જોઇ નથી આખી,
કોણ કેવું એ કોઈ પ્રશ્ન પણ નથી,
ઉઠતાની સાથે, સંગીતને સાંભળતા,
દુશ્મનને જોતા, કાંઇ સારુ શીખતાં,
પેહલા વરસાદ ને નિહાળતા,
સફરનો આનંદ મેળવતા,
પ્રેમનો અનુભવ કરતા,
દોસ્તો સાથે મસ્તી કરતા,
કોઈ કારણ વગર આવે છે,
ભાઈ આપણને તો બધે જ,
મસ્ત મજાનું સ્મિત આવે છે.
કેવું હસે જે કોઈને જોયા કરતું હસે,
કોઇના ખોળામાં હસે
તો કોઈની આંગળી પકડીને આવતું હસે
આ તો એવુંજ છે જે,
દરિયાનાં મોજા ની સામે બેસીને,
પહાડોની વચ્ચે એકલતાના રસ્તાઓમાં
સપના ઓનાં સફરમાં,
આંખની એક એક પલકારમાં,
હોઠથી નીકળતા એક એક શબ્દોમાં,
નાકની એ પ્રેમની સુગંધમાં,
એ કેવું મલકાતુ હસે !
એજ નાનકડું સ્મિત હસે.