સમાજનો શબ્દકોશ
સમાજનો શબ્દકોશ

1 min

22.6K
એ આવી,
અને શરુ થઇ મહેફિલમાં ખુસપુસ,
સાથે પડેલા બે કૂમળા પગોથી,
ખુલ્યો સમાજનો શબ્દકોશ,
"લગ્ન વિનાની મા"
મહેફિલ ના એક ખૂણે,
અનુભવાયો હાશકારો,
સારુ છે આ શબ્દકોશમાં,
હજી એક શબ્દ નથી ઉમેરાયો,
"લગ્ન વિનાનો બાપ"
ફાઈવ જીની રાહ માં વ્યસ્ત છે જમાનો
નથી થયા અપડૅટ વિચારો !