STORYMIRROR

RAJKUMAR TANK

Others

3  

RAJKUMAR TANK

Others

શરમથી માથું ઝૂકી જાય છે

શરમથી માથું ઝૂકી જાય છે

1 min
182

જ્યારે રાજનેતા ઝેડ પ્લસ સુરક્ષામાં ફરે છે ને;

મારા દેશના જવાનો અસુરક્ષિત જણાય છે...


શરમથી માથું ઝૂકી જાય છે...

જ્યારે અમીર લોકો ભ્રષ્ટાચારથી કામ કરાવે છે ને;

દેશના સામાન્ય માનવીનું લાઈનમાં કામ થાય છે...


શરમથી માથું ઝૂકી જાય છે...

જ્યારે ચૂંટણી સમયે કોરોના કશું જ નથી ને;

પૈસાની જરૂર હોય ત્યારે કોરોના ખતરનાક ગણાય છે...


શરમથી માથું ઝૂકી જાય છે...

જ્યારે રોજગારીની વાત આવે ત્યારે ભંડોળ નથી ને;

ચૂંટણી પ્રચાર માટે મોટી રકમ મંજૂર થઈ જાય છે !


શરમથી માથું ઝૂકી જાય છે...

જ્યારે કૃષિ કાયદાના વિરોધી ખેડૂતો રાષ્ટ્રવિરોધી છે ને;

દેશ માટે અન્ન ઉત્પાદન કરતાં રાષ્ટ્રપ્રેમી ગણાય છે !


"રંજુ" કહે છે કર્મ કરનારને ફળ તો જરૂર મળે છે;

પણ હાલમાં કર્મ કરનારનું ફળ અવશ્ય છીનવી લેવાય છે !


Rate this content
Log in