રક્ષાબંધન
રક્ષાબંધન

1 min

27
આવી શ્રાવણ રક્ષાબંધન રે લોલ હૈરે હરખ ન માય જો,
બહેની જુએ વીરાની વાતડી રે લોલ.
વાટ જુએ બહેનની આંખડી એ લોલ,
દેખાય ક્યાંય માડી જાયો વીર રે.
બહેની જુએ વીરાની વાટડી રે લોલ.
બહેની કહે ક્યારે વીરો આવશે રે લોલ, હરખાશે બહેની કેરી આંખલડી રે લોલ,
બહેની જુએ વીરાની વાતડી રે લોલ.
બહેની બાંધે વીરાને રાખલડી રે લોલ,
હેતે ઉભરાય એની આંખલડી રે લોલ,
પ્રેમ બંધાય સુતરના તાંતરે લોલ,
આનંદ ઉભરાય એની પાંપણે રે લોલ.
જુગ જુગ જીઓ મારા વિરલા રે લોલ,
હો જીરે બહેની જુએ વીરાની વાતડી રે લોલ.