STORYMIRROR

Girish Makwana

Others

4.5  

Girish Makwana

Others

રહી ગયું

રહી ગયું

1 min
24.3K


ઓચિંતું કોઈ મને સ્પર્શી ગયું,

ને જાણે દિલ એક ધબકારો ચુકી ગયું.


પતંગિયું ફૂલને ચૂમીને જાતું રહ્યું,

ફૂલ જાણે વિરહમાં કરમાય ગયું.


નવી કૂંપળ ફૂટી એ ઝાડને જોતા,

એ જોઈને પીળું પતું પણ ખરી ગયું.


ટમટમતા તારલાએ ઝળહયું આકાશ,

દીવો બુઝાયો ને અંધકાર સમી ગયું.


ધોધમાર વરસી ધરતી પર વાદળી,

તોયે જાણે કોઈ ક્યાંક કોરું રહી ગયું.


Rate this content
Log in

More gujarati poem from Girish Makwana