રેડિયો
રેડિયો
1 min
315
દેખાતો નથી હું,
પણ સંભળાય મારુ ગાન,
સાંભળીને મારુ ગાન,
ઝૂમી ઉઠે સૌના કાન.
આકાશવાણી મારી જાન ,
સૌના ઘરમાં મારુ સ્થાન,
જયારે છેડું લાંબી તાન,
ત્યારે ભૂલે બધા ભાન.
આપું દેશ વિદેશનું જ્ઞાન,
આખા ભારતની હું શાન,
મનોરંજન મારુ કામ,
રેડિયો છે મારુ નામ.
