STORYMIRROR

Naitik Patel

Others

3  

Naitik Patel

Others

પરિચય

પરિચય

1 min
13.8K


પરિચય હુ આપીશ. ...
પણ સમજવુ તારે પડશે!

શબ્દો હુ આપીશ. ...
પણ લખવુ તારે પડશે!

વરસાદ હુ બનીશ. ...
પણ વીજળી તારે બનવુ પડશે!

નદી હુ બનીશ. ..
પણ પાણી તારે બનવુ પડશે!

નયન હુ બનીશ. ..
પણ જોવુ તારે પડશે!

પરિવાર હુ બનીશ...
  પણ સંબંધો તારે રાખવા પડશે!

મંદિર હુ બનીશ....
 પણ ભગવાન તારે બનવુ પડશે!

શરીર હુ બનીશ. ..
 પણ સાચવુ તારે પડશે!

  વૃક્ષ  હુ બનીશ.....
 પણ બીજ તારે બનવુ પડશે!

સંસ્કૃતિ હુ બનીશ...
પણ સાચવી તારે પડશે!

જીવન હુ બનીશ...
પણ જીવવુ તારે પડશે!

  કાગળ હુ બનીશ...
પણ કલમ તારે થવુ પડશે!

રચના હુ કરીશ...
પણ ગઝલ તારે બનવુ પડશે!

   'ઉજાસ' હુ બનીશ...
પણ 'ઉર્જા ' તારે બનવુ પડશે!

             

 

 

 

 

 

 

 

 

 

 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Naitik Patel