પ્રભાતે કૂકડા બોલે
પ્રભાતે કૂકડા બોલે
શ્યામ તારી લીલા ન્યારી,
પહોંચે ના મુજ પામરની મતિ સારી,
સવારના પ્રભાતે કૂ કૂ કૂકડા બોલે
દિવસે જાગી જોઉં, અતોપતો કોઈ નવ આલે,
શેરીએ ને ચોરે ચોટે ખેતરની વાડી,
મોલ ખેતરના મૌન કુદરત તારા ખેલ,
સવારના પ્રભાતે કૂ કૂ કૂકડા બોલે
શ્યામ તારી લીલા ન્યારી,
પહોંચે ના મુજ પામરની મતિ સારી,
સવારના પ્રભાતે કૂ કૂ કૂકડા બોલે
દિવસે ફરી શોધું દેખ્યામાં નવ આવે,
વનની વનરાઈ નવ કહે કૂ કૂ ક્યાંથી કેવે,
પશુ પંખી પક્કા સચ્ચા દિલના ભોળા
પાણા મારા ગણેશ લો છો ગોફણગોળા
શ્યામ તારી લીલા ન્યારી,
પહોંચે ના મુજ પામરની મતિ સારી,
સવારના પ્રભાતે કૂ કૂ કૂકડા બોલે
માલઢોરનું સાંજ સવાર દૂધે દોહી,
વનમાં ભટકતાં ધણી ખૂંટે ગોતી લેહી,
સાચો ધણી મારા સાંઈ બંધન કાં રાખો ભાઈ,
મધપૂડામાંથી સંચય મીઠા મધ ભાઈ,
શ્યામ તારી લીલા ન્યારી,
પહોંચે ના મુજ પામરની મતિ સારી,
સવારના પ્રભાતે કૂ કૂ કૂકડા બોલે
ધરતી સારા નરસાંના ભેદભાવ ન માને,
વ્યોમ ભલા ભૂંડા અદેખાઈ રેખા ન લેને,
ઓતર દખણ ચઢે મેઘ ધરા પર વરસે,
મેઘરાજા કોઈની જુદી જાણી રીસે,
શ્યામ તારી લીલા ન્યારી,
પહોંચે ના મુજ પામરની મતિ સારી,
સવારના પ્રભાતે કૂ કૂ કૂકડા બોલે
કહે ભરત ભલો થાઉં ભૂંડાને ભાવે ગાવું,
કળા કિરતારની લોભે લખણ ન ખોવું,
કાવ્ય કરવા પ્રભાતે જ્ઞાન ગંગામાં ન્હાવું,
ભરત કહે જગતે માન અપમાન જાતે ન જોવું
શ્યામ તારી લીલા ન્યારી,
પહોંચે ના મુજ પામરની મતિ સારી,
સવારના પ્રભાતે કૂ કૂ કૂકડા બોલે.
