પાણીની તાણા તાણી
પાણીની તાણા તાણી
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
હે મા જગદંબા હે મહારાણી,
ભક્તિની થઈ છે ધુળધાણી,
કુદરત અમ પર છે કતરાણી,
પાપોની માટલી છે છલકાણી.
તમે તો છો જગત કલ્યાણી,
મનની વાત અમારી જાણી,
કલ્યાણ કરો હે કલ્યાણી,
સૌના મુખની એક જ વાણી.
કેમ કરીને મળશે પાણી,
ખેડૂતોની લાગણી દુભાણી,
ખેડૂતો માગે છે પાણી પાણી,
સૌની મીટ આકાશે મંડરાણી.
ક્યારે મળશે સૌને પાણી,
પહેલા મોજ ઘણીએ માણી,
જ્યારે હતું પાણીજ પાણી,
પણ હવે એની જરૂરત છે જાણી.
પાણીની છે હવે તાણા તાણી,
દુષ્કાળની સ્થિતિ નજરે દેખાણી,
આ સ્થિતિ હવે નથી જોવાણી,
તળાવ કૂવા ને નદીઓ સુકાણી.
ઘણાને તો નથી પીવાનુય પાણી,
પાણી વગર ધરતી સુકાણી,
ધરતી માંગે છે પાણી પાણી,
આજ દશા છે હે બ્રહ્માણી.
અરજ સાંભળો હે મહારાણી,
વરસાદ લાવો તમે તાણી,
નહિતર પાક થશ
ે ધૂળધાણી,
લાગે છે ઇન્દ્ર એ હડતાળ પાડી.
ઇન્દ્રને સમજાવો હે પટરાણી,
કહો વરસાવે પાણી પાણી,
અરજ કરે છે ભક્તોને ભક્તાણી,
ભક્તોની વાત લે તું જાણી.
જગત કલ્યાણી તું કહેવાણી,
અમ પર કરો થોડી મહેરબાની,
હે જગદંબા હે મહારાણી,
હે બ્રહ્માણી ક્ષેમ કલ્યાણી.
હવે સાંભળો મારી વાણી,
વૃક્ષો કેરી જો ડાળીઓ કપાણી,
તો કદી નહીં મળે વરસાદનું પાણી,
માટે વૃક્ષોની કરો તમે વાવણી.
તો થશે ચોતરફ પાણીજ પાણી,
આ સંતોની છે આકાશવાણી,
વૃક્ષો લાવે છે વરસાદ તાણી,
જળ જીવન છે વાત જાણી.
વેડફશો નહિ તમે પાણી,
નહીં તો થશે જીવન ધૂળધાણી,
ભક્તિ કરો તમે ભગવાન તણી,
કુદરત જો તમ પર રીઝાણી.
તો કરશે ચોતરફ પાણી પાણી,
બસ આ જ છે મારી વાણી,
હે જગદંબા હે મહારાણી,
અમે માંગીએ પાણી પાણી.