પામી ગયો છું
પામી ગયો છું
1 min
146
એકાંતે અનંતમાં ખોવાઈ ગયો છું,
નથી પરવા મને આ જાગીરની,
બસ ફકીરીમાં જ ખોવાઈ ગયો છું,
સફર છે રોજની નથી ચાહ કોઈ,
બસ સહજમાં જ સમાઈ ગયો છું,
લાખ છે ચહેરા ને લાખ છે કામના,
બસ એના જ દીદારમાં રંગાઈ ગયો છું,
એક જ મંઝિલ ને એક જ રાહ ડગ ભર્યાં,
એકાંત બસ ફકીરની જાગીરને પામી ગયો છું.
