નથી મળતો
નથી મળતો
1 min
360
પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો
મળે છે નાગ પણ શંકર નથી મળતો,
નકામો શોધશો ના બંધ છે પડદા
પોતે સરકસ પછી જોકર નથી મળતો,
પ્રભુને માત્ર મોર એટલે પૂછવું
ગરીબોને કદી ઈશ્વર નથી મળતો,
હસાવી દે રડાવી દે બે પળમાં જે
લખે એવી ગઝલ શાયર નથી મળતો,
અરીસામાં નહિ શોધો તમે માણસ
બહાર હોઈ એ અંદર નથી મળતો.
