નર્મદે સર્વદે
નર્મદે સર્વદે
1 min
51
પેટ ગુજારો કરવા ભમ્યો હું
મળી મજૂરી,
કરી મહેનત વધી મોંઘવારી,
ફરી પડ્યો, મૂંઝાયો મનમાં રોટલા કાજે
ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક અનાવૃષ્ટિ,
છતાં નિરાશામાં તો કેટલા દિવસ જીવવું,
બદલાઈ સરકાર, હવે તો વતનમાં જ નર્મદા,
જીવમાં જીવ આવ્યો, હરખાયો મનમાં
કરી ફરી મજૂરી રાતદિવસ, લક્ષ્ય રાખી ઊંચું,
રોજગારી આપી મેં દસ-વીસને,
પૂરું થયું મારું લક્ષ્ય, છે મોટું મકાન, ગાડીઓ અને પરિવાર,
આભાર નર્મદા મૈયા અને સરકારનો
કે જેમના થકી જીવન સફળ થયું મારું.