નહીં ફાવે
નહીં ફાવે
1 min
40
તું કહે છો 'ખમ', કાલ ઉપર રમવું મને નહીં ફાવે,.
બહુ લાંબી છે દોડ ઘડી-ઘડી રોકાવું મને નહીં ફાવે.
વાતે વાતે છે તારે કેટલા 'અલ્પવિરામ' જો તો,
'પૂર્ણવિરામ' સિવાય હવે કોઈ ચિહ્ન મને નહીં ફાવે.
કરે છો જો તું પ્રીત તો ખુલ્લેઆમ કર,
પડછાંયાને પાસેની કબૂલાત મને નહીં ફાવે.
ને નક્કર છે વાત તો જોરશોરથી બોલ,
ભીતરના ચિત્કાર હવે મને નહીં ફાવે.
રંગમંચને ખેલ બધા ઉપરવાળાની રહેમતના,
પરદા પાછળ રહી કોઈ કિરદાર મને નહીં ફાવે.
