નદીની ગાથા
નદીની ગાથા

1 min

11.4K
એક ઝરણું નાનું શુ
મેરૂતળેથી ઉદ્ભવીને
નવી દુનિયા
પામવાને
ખળખળ વહી રહ્યું..!!
પોતાના ઉદ્ગમસ્થાન ને
છોડીને..
સારા નરસા બધાં
અનુભવોને
સંજોઈને
ઝરણું
બની ગયું હવે
એક વિશાળ
નદી..
છે એક ધીર ગંભીરતા
એનામાં..
અસ્તિત્વ પોતાનું
ભૂલાવી
નીકળી પડી
દિવાકર ને પામવા...
શું આ પ્રેમ છે
કે
વિનાશ પોતાની
પિછાણ નો?
લાગે
નદી અને નારી ગાથા
એકસમાન !
જન્મસ્થાન છોડીને
પારકાને પોતાના
કરવા
બંને
ગુમાવે પોતાનું
નામઠામ ને
સ્વમાન.....!