નાનાં નાનાં બાલુડા
નાનાં નાનાં બાલુડા
1 min
222
અમે નાનાં નાનાં બાલુડાં,
અમે વન વગડે જઈ ફરતાં
અમે કેરી જાંબુ ખાતાં.
અમે નાનાં નાનાં બાલુડાં,
અમે નદી નાળાં ફરતાં,
અમે ડૂબકી ખાઇને ના'તાં.
અમે નાનાં નાનાં બાલુડાં,
અમે આંબલી- પીપળી રમવા,
અમે ડાળીયે ડાળીયે ભમતાં.
અમે નાનાં નાનાં બાલુડાં,
અમે નિશાળ નિશાળ રમતા,
અમે એકડો-બગડો ઘુંટતાં.
