મુશ્કેલ સમયે માતૃભૂમિના યોદ્ધા
મુશ્કેલ સમયે માતૃભૂમિના યોદ્ધા

1 min

466
રહી છે આ જન્મભૂમિ મહાત્માઓની,
કહેવાય માતા હોય છે સ્વરૂપ પરમાત્માની.
સકંટનો સમય છે આજે માતૃભૂમિ પર,
શત્રૂ ઊભો છે જાણે આજે દેહ પર.
દૂર દેશથી આજે આવ્યો માતાના ખોળામાં,
પુત્રોએ પણ જવાબદારી લીધી હોસ્પીટલમાં.
સેવા કરી ગરીબોની, પૈસાની મોહ-માયા છોડી
કરી સેવા બીજાની, પોતાની ચિંતા છોડી.
અડગ પગે રહ્યા છે ઊભા રસ્તા પર,
ગુજરાત પોલીસ, યોદ્ધા સમાન વીર.
ભરાય છે જેમ સાગર ટીપે ટીપે,
આરોગ્ય કર્મચારી મોતી મુશ્કેલ સમયે.
જીવનને નાખી જોખમમાં કરે છે સેવા,
સફાઈ-કર્મચારી, પત્રકાર અડગ જ એવા.
મુશ્કેલ સમયે બન્યા તેઓ જ બ્રેવર્સ,
આપ્યું છે જેઓને નામ કોરોના વોરિયર્સ.