મનને ઝરૂખે
મનને ઝરૂખે
1 min
904
મનને ઝરૂખે બેસી,
સદાય એને મુજરો કરું છું,
સ્નેહભર્યું અંતર,
એને ચરણે ધરૂ છું,
એની મનોહર મૂર્તિ,
મારા અંતરમાં ભરું છું,
એને નીરખતાં નીરખતાં,
એનાં ધ્યાનમાં સરું છું,
રાત ને દહાડો શ્યામ,
હું તો તુજને સ્મરું છું,
તારા ચરણ કમળમાં,
જ્યારે મનથી ઠરું છું,
ત્યારે જગની હદ ઓળંગી,
અનહદમાં ફરું છું,
પામી તારું શરણું,
હું તો ભવસાગર તરું છું,
નંદી બનીને સોહમ,
હું તુજમાં વિસ્તરું છું.
