STORYMIRROR

kaushik mehta

Others

3  

kaushik mehta

Others

મન તને થયું છે શું?

મન તને થયું છે શું?

1 min
11.9K

પંખાના ખડખડમાં આ નદીનું ખળખળ કેમ સંભળાય છે?

મન તને આ થયું છે શું?


ટ્યુબલાઈટનાં અજવાળામાં આગિયાનું તેજ કેમ દેખાય છે?

મન તને આ થયું છે શું?


રસોડામાંથી કચકચ કરતી પત્ની પર ગુસ્સાની બદલે આટલો બધો પ્રેમ કેમ ઉભરાય છે?

મન તને આ થયું છે શું?


એ બધા સાથેનાં વર્ષો જૂનાં અબોલા તોડવા ઉતાવળ કેમ છે?

મન તને આ થયું છે શું?


સામે કોઈ મળે તો એને જાદુની ઝપ્પી દેવાની બેતાબી કેમ છે?

મન તને આ થયું છે શું?


આ ઘડીએ કોઈ કાંઈ માગે તો બધું આપી દેવાનો ઉમળકો કેમ આવે છે?

મન તને આ થયું છે શું?


જો મન, આવું તેવું થાય એ બરાબર નથી.

તબિયત તો સારી છે ને?


બીપી માપ્યું? એ તો વધી ગયું નથી ને?

સવારે બીપી અને લોહી પાતળું કરવાની દવા ખાવાનું ભૂલાઈ તો નથી ગયું ને?


આ ઉંમરે આ સારી નિશાની નથી. હૃદય હવે આવા આઘાત ખમી

શકે એવું મજબૂત રહ્યું નથી.

બીપીની ટેબ્લેટ લઇ લે, થોડીવાર આડે પડખે થઈ જા,

સૌ સારા વાના થઇ જશે.


Rate this content
Log in