મેહુલો આજે વરસી રહ્યો છે
મેહુલો આજે વરસી રહ્યો છે
1 min
240
ધીમી ધીમી ધારે જુઓ મેહુલો આજે વરસી રહ્યો છે
વાયટુ જેની જોતો જગતનો તાત એ મેહુલો આજે મન મૂકીને વરસી રહ્યો છે,
ભીની ભીની આયખું સાથે ખેડુ આજે રાજીનો રેડ થયો રે
ધીમી ધીમી ધારે જુઓ મેહુલો આજે વરસી રહ્યો છે,
ધોમ ધોમ ધખતી ધારા આજે પ્રેમ ગીત ગાય છે
અયતું તારી બહુ જોઈ એ મોંઘેરા મહેમાન રે
ધીમી ધીમી ધારે જુઓ મેહુલો આજે વરસી રહ્યો છે,
ધાનયુ પણ આજે જુઓ હેત હિલોળા ખાય છે
દુઃખ બધું ભૂલીને એતો ધીમુ ધીમું મલકાય છે
ધીમી ધીમી ધારે જુઓ મેહુલો વરસી રહ્યો છે,
પશુ પંખીડા બધા મન મૂકીને નહાય છે
આનંદ કિલ્લોલમાં એતો મધુર ગીતો ગાય છે
ધીમી ધીમી ધારે જુઓ મેહુલો આજે વરસી રહ્યો છે.
