મારી નાની ચાંચ
મારી નાની ચાંચ

1 min

373
મારી નાની અમથી ચાંચ,
લાવું ચોખાનો દાણો,
મારી નાની અમથી પાંખ,
લાવું મગનો દાણો.
મુઠી કરતા નાનું એવું કદ,
અમારું તો પણ,
રહેવા રહ્યો ના આશરો,
રાસાયણિક ખાતરે,
રોન્દયો જોને રોટલો,
માનવીએ તોડ્યો ઓટલો
કાચની હાંડી, દેવી દેવતા,
દાદા દાદીની છબી,
સંસ્કૃતિ શું વિસરાઇ ?
વિસરાઈ રહ્યુ મારૂં ચિં ચીં ચીં,
અમારી કાળી દાઢી મેલુ ધોરું પેટ,
રાત પડે તો અલગ થાતા
દંપતી કેવા નેક.