STORYMIRROR

કથિરીયા પ્રવિણા "પવિ"

Others

4  

કથિરીયા પ્રવિણા "પવિ"

Others

મારા પપ્પા મારા હીરો

મારા પપ્પા મારા હીરો

1 min
189

મલે મનખો ફરી આ ખોળિયે તો તમારા ને તમારા જ આંગણાની તુલસી બની આંગણે ઉછેરવું છે મારે પપ્પા,


વહેવું છે મારે તમારા જ વહેણમાં, તમારું જ હૃદય બની કાળજા કેરો કટકો બની ઉછેરવું છે મારે પપ્પા,

તમારી બાહોના ઝૂલામાં માસુમ ખિલતું ફૂલ બની ઝૂલવું છે ને તમારા મધમધતા પ્રેમભર્યા બાગમાં ઉછેરવું છે મારે પપ્પા,


મલે મનખો ફરી આ ખોળિયે તો તમારા જ અલૌકિક પ્રેમને મારે ફકીર બની ઝંખવો છે ને, તમારી જ આંખોનું રતન થઈ ઉછેરવું છે મારે પપ્પા.


Rate this content
Log in

More gujarati poem from કથિરીયા પ્રવિણા "પવિ"