મા
મા
એક દિવસ બેઠી હતી એકાંતમાં
કાને અથડાયા શબ્દો અચાનક
આવી હું ભાનમાં,
મા, મા... ના પોકાર સાંભળી
હું પડી અચંબામાં
જે શબ્દ સાંભળવા માંહતા
હજી ચાર-ચાર મહીના આડા
એજ શબ્દ ના કાં થાય આજે
મને ભણકારા,
ત્યાં જ ઉદરમાં થઈ કાંઈ હિલચાલ
ને જાણ્યું મેં કે એ તો હતું મારું જ
અંગ ચંચળ;
અહેસાસ થયો મને ત્યારે
જાણે અંદરથી કોઈએ સંભારી મને
મનમાં જ એની સાથે સંવાદ કરી
હું કાર આપ્યો મેં સામે,
સાંભળ્યું વળતું એક સત્ય મેં,
કહ્યું એણે જે,
ભલે આપ્યું તમે મને આ જીવન
પણ ના હણતા મારા પ્રાણ જાણી
કે હું છું એક સ્ત્રી ભૃણ,
મા મને ખબર છે,
છે ડર તમને આ દુનિયાનો
કે લાવી મને આ દુનિયામાં
ભેરવશો મને એક ખોટી માયાજાળમાં,
જન્મથી મરણ સુધીની
એક એવી સફરમાં
કે જેમાં એક સ્ત્રી તરીકે
મારે
ક્ષણ ક્ષણ મરવું પડશે,
કોઈ વાર એક દીકરાની સાથે
દીકરીની સરખામણી કરાશે,
ને કોઈ વાર એને વારસદાર
ને મને પારકી થાપણ કહેવાશે,
પગ મૂકીશ જયારે ઘરની બહાર
મારા પર સૌની નજર મંડાશે,
સુંદર દેખાઈશ તો દુનિયાની નજર
ખરાબ થશે,
કદરૂપી થઈશ તો પણ દુનિયા
મેહણું તો મારશે જ
પરણી ને કયારેક દહેજ માટે
તો કયારેક પુત્રપ્રાપ્તિ માટે
મારા પર શારીરિક ને માનસિક
પ્રહારો થશે,
મા મને ખબર છે
તમારી આ વ્યથા
ને માટે જ
મને જન્મ ન આપવાની
તમારી એ મનોદશા,
પણ મા હું પણ તો એક જીવ છું
ને મને પણ જન્મવાનો અધિકાર છે,
બદલીશ કદાચ હું આ દુનિયા
એવા વિચાર સાથે મા,
મને જન્મવા દો,
બનીશ હું કંઈક અલગ
બનાવીશ કંઈક આ દુનિયાને અલગ
શીખવીશ દુનિયાને
કેમ જીવાય
એક સ્ત્રીનું જીવન,
મારા માટે, તમારા માટે
આ દુનિયા માટે
મને જન્મીને જીવવા દો
"મા..."
