મા
મા
1 min
367
તારી આંખોથી દુનિયા મે સદા જોઈ,
તારા વિનાની દુનિયા 'મા' નથી જોવી,
તારા હસતા ચહેરાની ઝલક જોઈ,
ફૂલ જેવો ખીલે છે મારો ચહેરો,
વ્હાલ મા, લાડ મા તે મને રાખી,
મમતાના વાદળોથી ભીંજવી રાખી,
તારી આંખોથી દુનિયા મે સદા જોઈ,
તારા વિનાની દુનિયા ' મા ' નથી જોવી,
આંગળી પકડીને ચાલતાં શીખવ્યું,
ભણવા શાળામાં મૂક્યા,
રામ, અલ્લાહ કે ઈશુ મે નથી જોયા,
એ ઈશ્વર છે બધાં તારી આંખોમાં,
તારી આંખોથી દુનિયા મે સદા જોઈ,
તારા વિનાની દુનિયા ' મા ' નથી જોવી,
વ્હાલ મા, લાડ મા, તે મને રાખી,
મમતાના વાદળોથી ભીંજવી રાખી.
