લખવાની આદત પડી
લખવાની આદત પડી

1 min

42
રોજ રોજ લખવાની આદત પડી,
એક રીતે તો શબ્દ સૌગાત જડી !
ગુરુ કહે કર હરિ સ્મરણ શિષ્ય,
માનો તો દુનિયા અમીરાત જડી !
સૌંદર્ય દર્શનની શૈશવેથી ટેવ પડી,
હૃદયને કુસુમ સમી નજાકત જડી !
જીવનમાં ભરતી રહી સદા દુઃખની,
દુઃખના દિને માણસાઈ જાત જડી !
ચાહ ત્યાં રાહ વાતમાં કર વિશ્વાસ,
કાન્તાસુત રામને લંકાથી સીતા જડી !