લે બતાવું
લે બતાવું

1 min

11.6K
ક્યાં જશે તારા પછી તારો ય વાડો ?
તું જશે, આખું જગત થાશે ધુમાડો !
એ તને પણ ચાહશે, તું દોસ્ત થઈ જો-
ખંતથી લાગી જશે તું રાત દા'ડો !
એમ ભટકીને કશું પામી શકાશે ?
ડૂબકી મારો હવે શોધી અખાડો !
એ વળી શું કે અહીં છે મોત નક્કી,
જીવવામાં કાં મરણની વાત માંડો ?
લે બતાવું, કે વસે છે ક્યાં એ ઈશ્વર ?
ખોલ બારી, કાં ઉઘાડી જો કમાડો !