STORYMIRROR

Prakashsinh Rathod

Others

4  

Prakashsinh Rathod

Others

કરામત સારી નથી

કરામત સારી નથી

1 min
378

પરમકૃપાળુ તારી કરામતનો કોઈ જ પાર નથી,

શ્રધ્ધાનું બળ હોય તો બાકી કોઈ આધાર નથી,


પામવો સાવ સહેલો તને કોઈ જ કરામત નથી,

કરે કોઈ કરામત તો તારી ત્યાં મૂલાકાત નથી,


કરો તમે ખોટી કરામત તેનો કોઈ જ સાર નથી,

સ્વાર્થ માટે કરવી કરામત એ કંઈ ઉપચાર નથી,


આમ તો સાવ સહેલી જ કરામત અઘરી નથી,

કરામત કર્યા પછી છટકવાની કોઈ બારી નથી,


કરામતથી મેળવી પછી કરે દાન એ દાતારી નથી,

ભોગવવું ફળ તુરંત ઈશ્વર રાખતો ઉધારી નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન