STORYMIRROR

Prakashsinh Rathod

Others

4  

Prakashsinh Rathod

Others

કારણ કે

કારણ કે

1 min
368

તારી સુંદરતાનું વર્ણન કેમ કરવું કારણ કે એ અવર્ણનીય છે,

તારા વિચારોનું મૂલ્યાંકન કેમ કરવું કારણ કે એ અવર્ણનીય છે,


સાવ સામાન્ય લાગતાં વસ્ત્રો પહેરી ભલે તું નીકળે આમ પણ,

હરણી જેવી મોહક ચાલમાં અલ્લડપણું કારણ કે એ અવર્ણનીય છે,


શૃંગાર કરવાની નથી ક્યારેય જરૂર પડતી તારે માનવું પડે,

તારી સાદગી જ એટલી આકર્ષક કારણ કે એ અવર્ણનીય છે,


તારી મધમીઠી વાતોમાંથી અમીરસ પામવાનાં ઓરતાં ઝૂરે,

તારી સત્ય કહેવાની અદા એવી કારણ કે એ અવર્ણનીય છે,


તારા જેટલાં વખાણ લખું એ ઓછાં પડે કોઈપણ સમયે "પ્રકાશ",

હર સમયે શોભે નજાકતતાં એવી કારણ કે એ અવર્ણનીય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન