ઝરૂખાની યાદ
ઝરૂખાની યાદ
1 min
413
રોજ તારે ઝરૂખે બેસવું રોજ મારું તને દેખાવું,
પછી એકમેકની આંખોમાંથી આંસુઓનું વહેવું,
મળવાનું શક્ય ન હતું વાતચીતમાં કેમ કરી કહેવું,
ભાગ્ય આપણું, દૂરથી જોઈને દિલમાં દર્દ શમાવું,
એષણા એવી, કાયમ તારું બસ ! ઝરૂખે જ દેખાવું,
રેશમી બાલોમાંથી કાંસકાના ઝટકે પાણી ઢોળાવું,
કિશોરમાંથી પગરવને યુવાનીનું જોબન પંપાળવું,
ખબર પણ ના રહી ઝરૂખેથી ક્યારે તારું દૂર થાવું,
આ બાળપણની યાદોને કોઈ કાળે હું કેમ ભૂલાવું,
નિકળું જ્યારે પણ મારી નજરોને ઝરૂખે ટકરાવું.
