કોરોના વોરિયર્સ
કોરોના વોરિયર્સ
રાજ્ય છે રૂડું અને રૂપાળું ગુજરાત,
સુખેથી જીવે છે સૌ દિવસ અને રાત,
ખુશહાલ છે સબ અને મોસમ લગનની,
કોણ જાણે નજર લાગી ક્યારે કાળની,
વ્યાપી ગયો સમગ્ર વિશ્વ આ ડર,
બચી જશે સૌ કોઈ જો રહેશે ઘર,
ડોકટર, નર્સ, પોલીસ અને સફાઈ કામદાર,
લોકડાઉનમાં સૌ કોઈ છે ખડે પગે તૈયાર,
મોર બોલશે એના જે નહીં રહે ટકીને ઘરમાં,
સડક પર તૈનાત છે પોલીસ વાયરસના વિરુદ્ધમાં,
થઈ જાઓ સહુ આ લૉકડાઉનમાં ઘરની કૂકડી,
ફરજ બજાવે છે સડક પર પોલીસની ટુકડી,
છીંક, ઉધરસ, તાવથી સૌ કોઈ છે ભાગે,
સારવાર કરતા ડોકટર રાત દિવસ છે જાગે,
લગાવો સેનીટાઈઝર અને માસ્ક પણ પહેરો,
નહીં તો કોરોના તમારા જીવનને કહેશે ઠહેરો,
આવે છે સફાઈ કામદાર લઈને હાથમાં ઝાડું,
નથી ભરવું પડતું સ્વચ્છતા રાખવા કોઈ ભાડું,
હાથમાં છે પરિસ્થિતિ અને ઓછું થયું ભારણ,
માત્ર ને માત્ર કોરોના વોરિયર્સને કારણ,
અમર રહે તમારી ભૂમિકાની આ વીરગતિ,
આ પંક્તિઓમાં તમને બિરદાવું છું હું ખ્યાતિ.
