STORYMIRROR

Sameer Yajnik

Others

3  

Sameer Yajnik

Others

કલાકૃતિ

કલાકૃતિ

1 min
179

કેવી અદ્ભૂત છે કારીગરી તારી,

અવર્ણીય છે કલાકૃતિ તારી, હું તો

અમથો જ શક કરતો તારા પર,

પણ તે ખોલી નાખી બધી સંશયની બારી,


ઊગતો સૂરજ, ઢળતી સાંજ,

એક જ રંગ, નારંગી અથવા લાલ,

કલરવ કરતા પંખીઓનો અવાજ,

સાત સૂરોનો મધુર રણકાર,


વાસંતી વાયરાનો અજબ વ્યવહાર,

પટકાયાં સાથીને, સીધા પથ પર,

સાથે રહ્યાં વરસભર, ને

નવા કોપલ જૂનના સ્થાન પર,


જેવું હોય, કેવું પણ હોય,

બધી તારી મોહમાયાની જંજાળ,

તારામાં મન લાગે જિંદગી,

બીજી તો કોઈ વાતજ ક્યાં કરાય,


આવી અદ્ભૂત છે કારીગરી તારી,

અવર્ણનીય છે બધી જ કલાકૃતિઓ તારી.


સામગ્રીને રેટ આપો
લોગિન