ઝરૂખો મારું પ્રતિબિંબ
ઝરૂખો મારું પ્રતિબિંબ
1 min
204
મારા ઘરનો ઝરૂખો,
મારા મનનું પ્રતિબિંબ,
રોજ જુએ તડકો-છાંયડો,
જીવનપથ મારો ચઢતો ઉતરતો,
મારા ઘરનો ઝરૂખો,
જુએ યૌવન જવાબદારીઓથી થાકેલું,
ખુશીઓની ચાવી શોધી,
બંધ મકાનનું બારણું ખોલી,
અનંત આકાશમાં ઊડી જાઉં,
મારા મનનું પ્રતિબિંબ,
શોધે એવું જીવન મજાનું,
મારા ઘરનો ઝરૂખો,
કહે મને "હું એક જગ્યાએથી બે રંગ જોઉં",
બચપણ રમતું ભોળપણ જીવતું જોઉં,
યૌવન થાકેલું, જીવન હારતું જોઉં,
પણ,
એક નજર બહારથી,
આ ઝરૂખાની અંદર નાખ,
માં નો વ્હાલ, પિતાનો દુલાર,
ભાઈનો છણકો, બેનનો હેત જોઈ,
બધા ગમ પછી તું ભૂસી નાખ,
મારા મનનું પ્રતિબિંબ,
મારા ઘરનો ઝરૂખો.
