કહી દે
કહી દે
1 min
86
જીવન નહીં પણ જીવીત છે,
મૃત્યુની પણ પરિભાષા છે,
તું મને કહે એ માનવ,
તારી જે અભિલાષા છે.
વિચારોના દ્વન્દ્વમાં.
ગૂંચવાતી આ અવસ્થા છે.
જીતે કે હારે,
પણ જીવીત રહે એવી આશા છે.
શોધતા નિત્ય સહેલાઈઓમાં,
ઉત્તમતાની અવગણના છે,
તારી નહીં તો તારી ક્ષમતાઓની,
આ અવહેલના છે.
છૂપાવે છે ઘણું,
છતાં ચાહે જે મને જાણે,
ઉંડા ઉતરી અપેક્ષાઓમાં,
અંતરે ઉપેક્ષા આણે.
પૂછું તને જાણી,
મારો પણ કોઈ સ્વાર્થ રે,
સહેલાઈથી તું કહી દે,
એનો પણ કોઈ અર્થ રે.