જનાજો
જનાજો

1 min

216
ના કાઢશો જનાજો, અમારો, એ શેરીએ તમે,
બહુ બિછાવ્યા’તા કંટકો એ શહ પર તમે,
ના લાવી કદી હેત, અમોને ભેટ્યા’તા તમે,
લાગણીસભર પ્રેમની કદી, વાતો કરી નથી તમે,
જીવ્યા ત્યાં સુધી, નવ દીધો સ્નેહ તનનો તમે,
શું રડો છો હવે ? અમારા ગુજરી ગયા પછી !
ભૂખ્યો હતો હું ત્યારે, એક હૂંફ ના આપની,
તે પણ દઇ ના શક્યાં, છેલ્લી ઘડીએ તમે,
મિથ્યા કરું વિલાપ, મારા મરી ગયા પછી,
સુખ- શાંતિથી રહો, અમર જિંદગી જીવો તમે,
એ શુભકામના છે નૂકૂરની, મૃત્યુ પછીએ પણ
ના કાઢશો જનાજો, અમારો, એ શેરીએ તમે.