જીવનનું ગણિત
જીવનનું ગણિત
1 min
61
નથી સમજાતું આ જીવનનું ગણિત મને,
કોઈનો સરવાળો થતા દુઃખી થતું મન
ક્યારેક બાદબાકી થતા ખુશ ખુશ થઈ જાય છે.
ગુણાકાર અને ભાગાકારનો આવોજ કાંઈ હાલ છે, સંજોગોનું વર્ણન કાંઈક આમ છે,
દુઃખ નું સૌને ગુણાકાર કરવું છે ને
સુખ નો કરવો છે ભાગાકાર,
ચડતા ક્રમ ને ઉતારતા ક્રમમાં સંબંધો મચાવે હાહાકાર.
નફામાં હાથ ઝીલનારા તોટામાં છટકી જાય છે,
જીવનને દરેક તબક્કે સિદ્ધ કરો
જીવનનું ગણિત શીખવી જાય છે.
