ઝંખના
ઝંખના
1 min
361
આભલેથી વરસતો આષાઢી મેઘ જોઈ,
થાય સખી આજ મને એવું,
થીજેલી ઝંખનાને આવીને આજ કોઈ
છાનેરું સ્પર્શે તો કેવું !
ચાતક શી નજર્યું હું માંડુ જ્યાં આભલે,
ગમતી કો' વાદળી દેખાતી ના મને,
અંતરની કોરપને ભાળીને વાદળી,
ધોધમાર વરસે તો કેવું !
ઘૂઘવતો દરિયો તો હૈયે સમાતો,
પાલવ, હથેળી ને આંખે છલકાતો,
ભીતર મેં સંઘરેલ ભરતીને ભેટવા તું,
આવે આ વરસે તો કેવું !
