જાતને ખોલી હતી
જાતને ખોલી હતી
1 min
25K
શું થયું છે એટલું બોલી હતી
એટલે મેં જાતને ખોલી હતી
જે હકીકત સાવ નક્કર લાગતી
છેક અંદરથી જ એ પોલી હતી
દોષ એમાં ત્રાજવાનો ક્યાં હતો
ભુલથી મેં લાગણી તોલી હતી
શું કરું એની અણી ઘોંચાય તો
જિંદગીને મેં જ તો છોલી હતી
સાંભળીને વેદનાં અંધારની
જ્યોત દીવાની પછી ડોલી હતી

