ઈચ્છાઓ પૂરી કરતું લોકડાઉન
ઈચ્છાઓ પૂરી કરતું લોકડાઉન


આ લોકડાઉન ના લીધે મારી અમુક એવી 'ઈચ્છાઓ' જે કદાચ ક્યારે પૂરી ના થઈ શકત..જે હવે પૂરી થઈ છે...જેમકે
1️⃣ મારી વર્ષોથી ઈચ્છા હતી,બહારનો નાસ્તો ખાધા વગર હું કેટલો સમય રહી શકું છું.પહેલા ઘણી વખત પ્રયાસ કર્યો.પણ દરવખતે વધુ માં વધુ ૧ અઠવાડિયું રહી શક્યો.આજે જુવો લગભગ લગભગ ૧ મહિના ઉપર થઈ ગયું છે.પરંતુ બહાર નો નાસ્તો કરવાની ઈચ્છા પણ હવે થતી નથી.
2️⃣ બીજી ઈચ્છા હતી કે 'હરરોજ રવિવાર હોય તો કેવી મજા આવે.' પરમ કૃપાળુ પરમાત્માએ આ ઈચ્છા ને પણ પૂરી કરી.. અરે પૂરી કરી એટલું જ નહીં,પણ હવે જે દિવસે રવિવાર આવે છે.ત્યારે ખબર પણ નથી રહેતી કે આજે રવિવાર છે.
3️⃣ એક ઈચ્છા એવી પણ હતી કે રાત્રે સૂતી વખતે એવું ટેન્શન ના હોય કે કાલે શું કરીશું..? બસ મજાની ફિલ્મ, વેબ-સિરીઝ રાત ના મોડે-મોડે સુધી જોવા મળે.હવે તો બધી વેબ-સિરીઝ પૂરી કરી નાખી છે.
4️⃣ સાભળ્યું હતું કે શાળાના દિવસો પાછા નથી લાવી શકાતા..પરંતુ જોવો શાળાની જેમ જ આજે આપને બધા જબરદસ્ત વેકેશન નો લહાવો ઉઠાવી રહ્યા છીએ.
5️⃣ મારી પાંચમી ઈચ્છા હતી 'દેશ માટે કંઇક કરવું છે'. આ લૉકડાઉન દરમ્યાન તમે ઘરે રહીને જ દેશ માટે તમારું સૌથી મોટું યોગદાન આપી શકો છો. એ વાતનો મને અહેસાસ થયો.અને મારી આ ઈચ્છા પણ પૂરી થઈ.
6️⃣મારી પાસે સમય નથી આવું કહીને છટકી જતો હું...હવે એટલો બધો સમય છે કે હું અડધોથી વધુ સમય એજ વિચારવામાં પસાર કરું છું કે,આ સમયમાં મારે કરવું શું..?