હરરોજ
હરરોજ

1 min

30
માણો તો મોજ છે,
બાકી ઉપાધી તો રોજ છે,
જીવન કેરી જ્યોતમાં,
કાળી મશ તો રોજ છે,
વિચારોનાં વાદળ ને,
ફૂલવું તો જોને રોજ છે,
પણ દિલ કેરા દરીયામાં,
ભરતી ને ઓટ તો રોજ છે,
જંગલની માફક,
જીવવું તો જોને રોજ છે,
પણ સમાજ કેરી વાડમાં,
નવી કોળ તો રોજ છે,
પથિકની માફક,
ચાલવું તો જોને રોજ છે,
પણ પગ કેરી કેડીમાં,
ખરતાં કાંટા તો રોજ છે,
આ માણસ માણસ ને,
જોને જોતો રહે છે "કૌશિક",
આમ જ મારી-તારી કરવામાં,
દિવસો જતાં રહે છે રોજ.