હળવાશ ૫૨
હળવાશ ૫૨

1 min

23.2K
આ લીમડાએ સંઘરી કાં આટલી કડવાશ છે ?
તેથી જ તો આ છાંયડે, શું ! શીતળી હળવાશ છે.
વગડે વસંતી કેશ ખુલ્લાં શું મુકી દીધાં અને,
પ્રસૃતિની પીડા મહીં, થોડી ઘણી નરમાશ છે.
આંબી કદી ના રે શકે, મન માંયલા આ મૃગલા,
પી જાઉ જળ આ ઝાંઝવા, અણછાજતો બકવાસ છે.
પુષ્પો ભરેલાં બાગમાં, માળી રખોલીયો ઉભો,
જોતા રહો જાણે કે, બારેમાસનો વનવાસ છે.
જો ટળવળે આ માછલી, પાણી વિના ખારાં દિલે,
સુખને દુઃખો એ તો, કરેલા કર્મનો વપરાશ છે.
શું ! ગાજતાં આ વાદળો એનાં મહીયારે ભલે,
દોડી જતાં આકાશને, વિજળી તણો ઘરવાસ છે.
જોયા કદી સાગર સરીતાને, જુદી પ્રકૃતિમાં,
એનો ને મારો એમ તો "બસ", કાયમી સહવાસ છે.